માળિયા (મિયાણા) : જુના ઘાંટીલા ગામના વતની અને ભારતીય સેનામાં ફરજ બજાવીને નિવૃત્ત થયેલા આર્મીમેન વિનોદભાઈ મગનભાઈ વિડજાનું કેન્સરની બિમારીના કારણે તારીખ 24 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું છે. ત્યારે તેમની અંતિમ વિધિમાં સેનાના જવાનોએ ઉપસ્થિત રહીને મૃતક વિનોદભાઈ વિડજાને ગાર્ડ ઓફ ઓનર આપી ભાવભીની વિદાય આપી હતી. આ તકે મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્નેહીજનો પણ અંતિમવિધિમાં જોડાયા હતા. નિવૃત્ત આર્મીમેન વિનોદભાઈ વિડજાની અંતિમયાત્રામાં કરૂણસભર દ્રશ્યો સર્જાયા હતા.સદગત વિનોદભાઈ મગનભાઈ વિડજા તે રૂદ્રકુમારના પિતા, નરેશભાઈ તથા હસમુખભાઈના ભાઈનું બેસણું તારીખ 26-2-2026 ને ગુરુવારે સાંજે 3 થી 5 કલાકે પટેલ સમાજવાડી, જુના ઘાંટીલા ખાતે રાખવામાં આવ્યું છે.