દીકરીઓને પોલીસ અને LRD ની વિનામૂલ્યે તાલીમ આપવા બદલ ગુજરાત સ્થાપના દિને સન્માનિત કરાયામોરબી : ભારતીય સેનામાં 28 વર્ષ સુધી રાષ્ટ્રસેવા કર્યા બાદ નિવૃત્ત થયેલા મોરબીના સહદેવસિંહ ઝાલાને તેમના સમાજસેવાના ઉત્કૃષ્ટ કાર્ય બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિત્તે પ્રશસ્તિ પત્ર પાઠવીને સન્માનિત કરવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, સહદેવસિંહ ઝાલા છેલ્લા 2 વર્ષથી મોરબીમાં પોલીસ અને લોકરક્ષક દળ (LRD) ની ભરતીની તૈયારી કરતી બહેનો માટે નિઃશુલ્ક ફિઝિકલ ટ્રેનિંગ અને લેખિત પરીક્ષાની તૈયારી કરાવવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પત્રમાં આ કાર્યની પ્રશંસા કરતા નોંધ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મહિલા સશક્તિકરણના વિઝનને અનુસરીને સહદેવસિંહ દીકરીઓને દરેક ક્ષેત્રમાં નેતૃત્વ અપાવવા પાયાના સ્તરે કાર્ય કરી રહ્યા છે.તેઓએ રનિંગ, ટાઈમ મેનેજમેન્ટ અને ડાયેટ પ્લાન જેવા વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને ગત વર્ષે 110 અને આ વર્ષે 98 બહેનોને તાલીમ આપી છે. તેમની આ નિઃસ્વાર્થ સેવા અન્ય નિવૃત્ત સૈનિકો અને અધિકારીઓ માટે પણ પ્રેરણારૂપ હોવાનું મુખ્યમંત્રીએ પત્રમાં જણાવ્યું હતું.આ ગૌરવપ્રદ સન્માન પ્રાપ્ત થવા પર સહદેવસિંહ ઝાલાએ અત્યંત આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સેવા અને સમર્પણના મીઠા ફળ સમાન, સરકાર દ્વારા મળેલ આ પ્રશસ્તિ પત્ર તેમના જીવનની એક અનમોલ ભેટ છે. આ સફળતાનો શ્રેય તેમણે પોતાના માતા-પિતા, પરિવાર, મિત્રો અને ગુરુજનોના સાથને આપ્યો હતો. સાથે જ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો વિશેષ આભાર વ્યક્ત કરી, આગામી સમયમાં પણ સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવા માટે હંમેશા કટિબદ્ધ રહેવાનો સંકલ્પ કર્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #GujaratFoundationDay #WomenEmpowerment #IndianArmy #CMGujarat #BhupendraPatel