રૂ. 222.83 લાખના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના રોડના નવીનીકરણથી ગ્રામ્ય પરિવહન સુગમ બનશેમોરબી : મોરબી માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના મીતાણા થી વિરવાવ રોડનું રીસર્ફેસિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. રૂ. 222.83 લાખના ખર્ચે નવીનીકરણ થનાર આ 6 કિલોમીટર જેટલા લાંબા માર્ગથી ગ્રામ્ય પરિવહન સુગમ બનશે.મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળનો આ માર્ગ મીતાણા, વીરવાવ, ગણેશપર અને આંબેડકરનગરને જોડે છે. આ રોડના રિસર્ફેસિંગથી આ ગામડાઓ વચ્ચેનું પરિવહન વધુ સુલભ બનશે. આ માર્ગ પર ગણેશપર અને વીરવાવ વચ્ચે આવેલ કોઝવે પર ચોમાસામાં પાણી ફરી મળતા દર વખતે આ બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી જતો હતો. આ કામમાં આ કોઝવે પર પોલિયાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે પુલિયાનું નિર્માણ થતાં ચોમાસામાં આ બંને ગામોના વર્ષો જૂના પ્રશ્નનું નિરાકરણ આવશે.આ ઉપરાંત મોરબી જિલ્લાના મહત્વના વાંકાનેર-કુવાડવા રોડ પર માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ) દ્વારા રીસર્ફેસિંગ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી હેઠળ રોડનું નવીનીકરણ કરવામાં આવશે, જેથી વાહનચાલકોને સુરક્ષિત પ્રવાસનો લાભ મળી શકશે.