મોરબી : છેલ્લા કેટસાક દિવસોથી આયુષ્માન કાર્ડ માટેનુ સર્વર બંધ હોવાથી આયુષ્માન કાર્ડની કામગીરી જેવી કે સભ્યોના નામ ઉમેરવા તથા કાર્ડ ઇસ્યુ વગેરે મોરબી તાલુકા પંચાયત કચેરીના કોન્ફરન્સમાં બરાબર રીતે થઈ શકતી ન હતી. પરંતુ હવેથી તે કામગીરી રાબેતા મુજબ શરુ થતા લોકોને ધક્કા નહી ખાવા પડે તથા નવા સભ્યોના નામ પણ ચડી શકશે.