કુલ 22 બેઠકોમાંથી ભાજપને 18, કોંગ્રેસને 3 અને આપને 1 બેઠક મળીમોરબી તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામોમાં આમરણ અને જેતપર એમ બે બેઠકો પર રિકાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું. આમરણ બેઠક પર કોંગ્રેસ દ્વારા અને જેતપર બેઠક પર આપના ઉમેદવાર દ્વારા રિકાઉન્ટિંગની માંગ કરવામાં આવી હતી. જોકે, આ બંને બેઠકો પર રિકાઉન્ટિંગ બાદ પણ પરિણામ યથાવત રહ્યું છે અને તેમાં કોઈ ફેરફાર નોંધાયો નથી. આ સાથે જ મોરબી તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, જેમાં 18 બેઠકો સાથે ભાજપે બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસના ફાળે 3 અને આપના ફાળે 1 બેઠક ગઈ છે.