વાંકાનેર : આજ રોજ વાંકાનેર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે હાથ ધરાઈ હતી. સવારથી જ મતગણતરી શરૂ થઈ હતી. ત્યારે વાંકાનેર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે. પરિણામોને લઈને ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.પાજપાજ ગ્રામ પંચાયતના સરપંચ પદે રીમીબેન ઇબ્રાહીમ સિપાઇનો વિજય થયો છે જ્યારે અબ્દુલમજીદખાન નુરખાન પઠાણની હાર થઈ છે.સતાપરસતાપર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે ગીતાબેન હીરાભાઈ ગણાદીયાની જીત થઈ છે જ્યારે તેજલબેન છનાભાઈ ગોરીયા અને રાણીબેન રત્નાભાઈ સારેસાની હાર થઈ છે.ખીજડીયા - ૫ી૫રડી ખીજડીયા - ૫ી૫રડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે અફશાના ઇરસાદ કડીવારનો ભવ્ય વિજય થયો છે તો સલીમ રસુલભાઇ ભટીનો પરાજય થયો છે.શેખરડીશેખરડી ગામની સરપંચની ચૂંટણીમાં ગોરધનભાઈ સોમાભાઈ સરવૈયાનો 3 મતે વિજય થયો છે. જ્યારે રામજીભાઈ ભવાનભાઈ સરવૈયાને હાલનો સામનો કરવો પડ્યો છે.ભાટીયાભાટીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે હર્ષાબા મનોહરસિંહ જાડેજા નો ભવ્ય વિજય થયો છે. તો દક્ષાબા હરીશચંદ્રસિંહ ઝાલા અને રેશ્માબેન શબ્બીરભાઈ જાફરાનીનો પરાજય થયો છે. ભાટીયા ગામમાં વોર્ડ-2 માં જાગુતિબેન રાકેશભાઈ કુમખાણીયા, વોર્ડ- 3માં નાઝમીન જાવિદભાઈ લુલાણીયા, વોર્ડ- 4 માં જીજ્ઞાબા યોગીરાજસિંહ જાડેજા, વોર્ડ- 5 માં હીરેનભાઈ નટવરલાલ જાદવ, વોર્ડ- 6 માં પૂજાબેન ભરતભાઈ મઢવી, વોર્ડ- 7 માં મીનાબેન જીગ્નેશકુમાર ઠોરીયા, વોર્ડ - 8 માં કિશનભાઈ બાબુભાઈ માલણ અને વોર્ડ- 9 માં મનોહરસિંહ હરેન્દ્રસિંહ જાડેજાનો સભ્ય પદે વિજય થયો છે.ભેરડા ગ્રામ પંચાયતભેરડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે મનીષભાઈ ધીરાભાઈ રોજાસરા ચૂંટાયા છે તો સામે ભૂપતભાઈ રોજાસરાની હાર થઈ છે. વોર્ડ નં-1માં સજ્જનબેન ગોરીયા, વોર્ડ 2માં માનુ વાઘેલા, વોર્ડ 3માં બળદેવભાઈ વાઘેલા, વોર્ડ 4માં જેરામભાઈ ગોરીયા, વોર્ડ 5માં હેમુબેન રંગપરા, વોર્ડ 6માં સંગીતાબેન વાઘેલા, વોર્ડ 7માં ગેલાભાઈ રાઠોડ અને વોર્ડ 8માં સુરેશભાઈ સાબરીયા સભ્ય પદે વિજેતા થયા છે.કાશીપર-ચાંચડીયા ગ્રામ પંચાયતકાશીપર-ચાંચડીયા ગ્રામ પંચાયતની સરપંચ પદની ચૂંટણીમાં મધુબેન પ્રેમજીભાઈ માલકીયા વિજેતા થતાં તેઓ સરપંચ પદે ચૂંટાયા છે. જ્યારે જશુબેન માલકીયા અને શાંતુબેન ધોરીયાની હાર થઈ છે.પીપળીયારાજ ગ્રામ પંચાયતપીપળીયારાજ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રીઝવાના ઈલ્મુદીન દેકાવાડીયાની સરપંચ પદે જીત થઈ છે જ્યારે મહંમદહનીફ અલાવદી કડીવારની હાર થઈ છે.હસનપર ગ્રામ પંચાયતહસનપર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મુક્તાબેન રમેશભાઈ સારલાનો સરપંચ પદે ભવ્ય વિજય થયો છે જ્યારે મીનાબેન પરસોંડાની હાર થઈ છે.સીંધાવદર ગ્રામ પંચાયતસીંધાવદર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે રમીલાબેન કિશોરભાઈ મકવાણાનો વિજય થયો છે. તો દક્ષાબેન મકવાણાનો પરાજય થયો છે.પંચાસીયા ગ્રામ પંચાયતપંચાસીયા ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં દિનેશકુમાર કાંતિલાલ ચારોલાની જીત થતાં તેઓ સરપંચ બન્યા છે. જ્યારે હંસરાજ વાઘરીની હાર થઈ છે.