સહકાર પેનલને માત્ર 3 બેઠક જ મળી : એકદમ પાતળી માર્જિનથી હાર-જીત : ખેડૂતોમાં રહેલો જુવાળ અંતે પરિણામમાં દેખાયો મોરબી અપડેટ : મોરબી માર્કેટિંગ યાર્ડના ખેડૂત વિભાગની 10 બેઠકોનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ખેડૂત વિભાગમાં કુલ 1507 મતદારો નોંધાયેલા હતા, જેમાંથી 1148 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ, ખેડૂત વિભાગમાં કુલ 96.08% જેટલું જંગી મતદાન નોંધાયું હતું. આ 10 બેઠકો પૈકી 7 બેઠકો ઉપર ખેડૂત પરિવર્તન પેનલનો વિજય થયો છે. જ્યારે 3 બેઠકો ઉપર સહકાર પેનલનો વિજય થયો છે.ખેડૂત પરિવર્તન પેનલના વિજેતા ઉમેદવારો અને મેળવેલ મતો:● અઘારા નયનભાઈ લાલજીભાઈ - 724 મત● કડીવાર નથુભાઈ ભુરાભાઈ - 691 મત● મેરજા સતિષભાઈ ભાણજીભાઈ - 690 મત● ઉજરીયા મનસુખભાઈ ભાણાભાઈ - 688 મત● જાડેજા ધર્મરાજસિંહ બાલકૃષ્ણસિંહજી - 677 મત● ડાંગર વિનોદભાઈ હિરાભાઈ - 676 મત● પાંચોટીયા રાજેશભાઈ જેઠાભાઈ - 674 મતસહકાર પેનલના વિજેતા ઉમેદવારો અને મેળવેલ મતો:● ડાકા પ્રવીણભાઈ ટપુભાઈ - 706 મત● દેત્રોજા અમરશીભાઈ જીવરાજભાઈ - 692 મત● ઝાલા મહેન્દ્રસિંહ દિલાવરસિંહ- 675ખેડુતોએ સહકાર પેનલનો દાવ ઉંધો પાડ્યોમોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વીજલાઈન વળતરને લઈને આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનને અનેક ગામોએ સમર્થન જાહેર કર્યું છે. તેવામાં માર્કેટિંગ યાર્ડની ચૂંટણી ખેડૂતોએ ભાજપ પ્રેરિત સહકાર પેનલનો દાવ ઉંધો પાડી દીધો છે. ખેડૂત પરીવર્તન પેનલને વધુ બેઠકો ખેડુતોએ આપી છે. આમ વર્ષોથી ચાલ્યો આવતો સહકાર પેનલનો દબદબો આ વખતે ઘટ્યો છે.વેપારી વિભાગમાં સહકાર અને ખેડૂત પરિવર્તન બન્ને પેનલોને 2-2 બેઠકો મળીઆજે સવારે વેપારી વિભાગની 4 બેઠકોનું પરિણામ જાહેર થયું હતું. જેમાં સહકાર અને ખેડૂત પરિવર્તન પેનલ બન્નેને 2-2 બેઠકો મળી હતી. ● રાજેશભાઈ દામજીભાઈ બરાસરા (સહકાર પેનલ): 36 મત (વિજેતા)● ઘનશ્યામભાઈ જયંતીલાલ બાવરવા (ખેડૂત પરિવર્તન પેનલ): 34 મત (વિજેતા)● બાબુલાલ રૂગનાથભાઈ ભાડજા (ખેડૂત પરિવર્તન પેનલ): 30 મત (વિજેતા)● સુરેશભાઈ જીવરાજભાઈ કાવર (સહકાર પેનલ): 28+1 = 29 મત (ચિઠ્ઠી દ્વારા વિજેતા)● કિશોરભાઈ થોભણભાઈ બાવરવા: 28 મત● જગદીશભાઈ કરમશીભાઈ સીણોજીયા: 21 મત#MorbiUpdate #MorbiNews #ElectionResults #FarmersSection #Morbi #GujaratNews #KhedutVibhag