મોરબી : કોરોના વાયરસના પગલે લોકડાઉન હોવાથી આવશ્યક કામ સિવાય ઘરની બહાર નીકળવાની મનાઈ છે. ત્યારે ભક્તિનગર ગ્રામ પંચાયતના સરપંચ સંજયભાઈ મનસુખભાઇ તથા ઉપસરપંચ મહેન્દ્રભાઈ દેવજીભાઈ દ્વારા ગામમાં ગ્રામજનો સિવાય અન્યોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અજાણ્યા વ્યક્તિઓ, ફેરિયાઓ કે શાકભાજીવાળાઓએ પ્રવેશવા પર મનાઈ કરવામાં આવી છે. તેમજ જરૂરી કામ સિવાય ગામવાસીઓએ ગામની બહાર ના નીકળવાની સૂચના અપાઈ છે. આવી સૂચનાઓના બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. જેથી, લોકો દ્વારા તેનું પાલન થાય.