મોરબી : મોરબી તાલુકાના જેતપર(મ.) ગામમાં રાત્રીના દસ વાગ્યા પછી કોઈપણ અજાણી વ્યક્તિને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત ખેડૂતોને પોતાની વાડી ખેતરમાંરહી ખેતમજૂરી કરતા હોય તેઓના આધાર કાર્ડની ઝેરોક્ષ લઈ લેવા સૂચના અપાય છે. જેતપર(મ.) ગામમાં કોઈ અજાણી વ્યક્તિ પ્રવેશી ન શકે તે માટે ગ્રામ પંચાયત દ્વારા આ પ્રકારની જાહેર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.