હડમતીયાના સરપંચના પતિ પંકજભાઈ રાણસરીયાએ કારોબારી, યુવા અને મહિલા કમિટીને બિરદાવ્યા ટંકારા: સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા તારીખ 03 મે ને મંગળવાર (અખાત્રીજ)ના રોજ યોજાયેલ તૃતીય સમૂહલગ્નમાં વિવિધ પાંખના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. હડમતીયાના સરપંચના પતિ પંકજભાઈ રાણસરિયાએ સમાજ દ્વારા થયેલા સામાજિક કાર્ય જેવા કે, કોરોના કેર આયસોલેશન સેન્ટર, બ્લડ ડોનેશન કેમ્પ, સ્ત્રીરોગ કેમ્પ, સ્ત્રી કેન્સર વિશે સેમિનાર તેમજ સમૂહ લગ્નોત્સવ જેવા અનેક કાર્યો જોઈને પ્રભાવિત થયાં હતાં અને ગઇકાલે યોજાયેલ સમૂહલગ્નમાં સમાજની ત્રણ પાંખ, કારોબારી કમિટી, યુવા કમિટી અને મહિલા સમિતિનું મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું. આ તકે પંકજભાઈ દ્વારા વચન આપવામાં આવેલ કે લેઉવા પાટીદાર સમાજને જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે તન,મન,ધન તમારી સાથે છું. આવો સહયોગ આપવા બદલ સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા પંકજભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.