રામધન આશ્રમના ભાવેશ્વરીદેવીએ જેતપર ઉપવાસ છાવણીમાં હાજરી આપી આંદોલનકારીઓને આપ્યા આશીર્વાદ, અન્નદાતાઓની પીડા જોઈ વ્યક્ત કરી સંવેદનામોરબી: જેતપર ખાતે વીજ લાઈન નાખવાના વિરોધમાં ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ આંદોલન છાવણીની મુલાકાતે રામધન આશ્રમના ભાવેશ્વરીદેવી પહોંચ્યા હતા અને ખેડૂતોને પોતાનું સમર્થન અને આશીર્વાદ પાઠવ્યા હતા.આંદોલનકારીઓને સંબોધિત કરતા ભાવેશ્વરીદેવીએ જણાવ્યું હતું કે, હરિદ્વારથી આવ્યા બાદ તેમની તબિયત સારી નથી અને ડોક્ટરે તેમને બોલવાની પણ ના પાડી છે. પરંતુ ઉપવાસ પર બેઠેલા ખેડૂત દીકરા-દીકરીઓની પીડા જોઈને એક સાધુ તરીકેની ફરજ બજાવવા તેઓ અહીં આવ્યા છે. સાધુ સમાજે હંમેશા બલિદાનો આપ્યા છે, અને આજે ખેડૂતોની વેદના સાંભળીને તેઓ અહીં ખેંચાઈ આવ્યા છે.તેમણે ધરતી માતા અને અન્નદાતાઓને વંદન કરતા કહ્યું કે, જે કોઈ ખેતી કરે છે તે ધરતી માતાના સંતાનો છે. જગતમાં જો અનાજ જ નહીં હોય તો ગમે તેટલા રૂપિયા કે સોનું હશે, તે ખાઈ શકાશે નહીં. માણસને જીવવા માટે અંતે તો બે રોટલીની જ જરૂર પડે છે, તેથી અન્નદાતાઓની આ પીડા સૌએ સમજવી જોઈએ અને તેમની અવગણના ન થવી જોઈએ.ભાવેશ્વરીદેવીએ જવાબદાર લોકોને અને તંત્રને અપીલ કરતા કહ્યું હતું કે, ખેડૂતોના આ પ્રશ્નનું તાત્કાલિક અને યોગ્ય નિરાકરણ લાવવામાં આવે. ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તેવી તેમણે પરમાત્માને પ્રાર્થના કરી હતી. અંતમાં તેમણે માં ઉમિયાને પ્રાર્થના કરી હતી કે ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂતોને શક્તિ પ્રદાન કરે જેથી તેઓ પોતાની લડતમાં મક્કમ રહી શકે.#Morbi #JetparAndolan #FarmersProtest #MorbiUpdate #RamdhanAshram #Bhaveshwaridevi #KisanAndolan #GujaratNews