ટંકારા : વર્તમાન સમયમાં વૈશ્વિક મહામારીનું રૂપ ધારણ કરી રહેલા કોરોના વાઇરસ સામે અગમચેતીના પગલાં તરીકે ટંકારા બાર એસોસિએશન દ્વારા પ્રિન્સિપાલ સિવિલ જજને 29 માર્ચ સુધી કાર્યવાહીમાં છૂટછાટ આપવા વિનંતી કરતો ઠરાવ પાસ કર્યો છે. કોરોના વાઇરસના ફેલાવવાના ભયને લઈને સાવચેતીના પગલાં ભરવાના ભાગરૂપે ટંકારા બાર.ના પ્રમુખ અને સેક્રેટરીએ 29 માર્ચ સુધી પક્ષકારો તથા એડવોકેટની ગેરહાજરી દરગુજર કરી આગળની કાર્યવાહી ન કરવા તેમજ ગેરહાજર રહેવા બદલ પક્ષકારો સામે વોરંટ નહિ કાઢવા, એડવોકેટ કે પક્ષકારની ગેરહાજરીમાં કેસ કાર્યવાહી ન કરવા તેમજ કેસનો નિકાલ ન કરવા ટંકારા બાર.એસોસિએશન દ્વારા પ્રિન્સિપાલ સિવિલ જજને વિનંતી કરતો ઠરાવ પાસ કરાયો છે.