ટ્રાન્સપોર્ટરોની હડતાલને અનુલક્ષીને લેટરપેડ ઉપર લખાણ આપ્યા બાદ વિરોધ થતા હોદ્દો ત્યજી દીધો મોરબી : મોરબીમાં ટ્રાન્સપોર્ટરોની હડતાલ દરમિયાન ગઈકાલે એસોસીએશનના લેટરપેડ ઉપર જે લખાણ આપેલ તે લેટરપેડ વાઇરલ થતા આ બનાવમાં વિરોધ વંટોળ ઉઠતા પેપર મિલ એસો.ના પ્રમુખે તેમના હોદા ઉપરથી રાજીનામુ આપી દીધું છે. મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ કિરીટભાઈ ફુલતરીયાએ જણાવ્યું કે મોરબી પેપર મૂળ એસોસિએશનની સ્થાપના 23 માર્ચ 2011ના રોજ થઈ હતી. મારી પ્રથમ પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે અત્યાર સુધી કાર્યરત છું. 9 વર્ષ જેટલો બહોળો સમય મને કામ કરવાની તક મળી છે. ગઈકાલે ટ્રાન્સપોર્ટ હડતાલને અનુલક્ષીને લેટર પેડ ઉપર જે લખાણ આપવામાં આવ્યું તેનો વિરોધ થયો છે. તેઓએ ઉમેર્યું કે આમાં મેં વિવેકબુદ્ધિ મુજબ પ્રમુખ તરીકે આવુ લખાણ કરવાનો નિર્ણય લીધો હતો. જેની સામે અમુક પેપર મિલ ઉદ્યોગકારોનો વિરોધ છે. જેના માટે હું દિલગીરી વ્યક્ત કરું છું. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..