કોઈએ ઉંમર તો, કોઈએ લગ્ન થવાથી તો કોઈએ દુકાન ચલાવવા માંગતા ન હોવાનું કહી રાજીનામુ આપ્યુંમોરબી : એક સમયે કેરોસીન, ખાંડ અને અનાજ-ચોખાના કાળા બજાર થકી સસ્તા અનાજના ધંધામાં ધૂમ કમાણી કરતા પરવાનેદારોને હવે ફરજીયાત થમ્બ ઇમ્પ્રેશન એટલે કે, અગુંઠા-આંગળાના નિશાન બાદ જ અનાજ-ચોખા વિતરણ કરવાનું ફરજીયાત બનાવવામાં આવતા કટકી-મલાઈ બનધ થઇ જતા રાજ્યભરમાં સસ્તા અનાજના વેપારીઓ રાજીનામાં ધરી રહ્યા છે તેવા સમયે મોરબી જિલ્લામાં પણ 14 વેપારીઓએ રાજીનામા ધરી દીધા હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકારે રેશનકાર્ડ ઉપર કેરોસીન બંધ કર્યા બાદ એનએફએસએ અને બીપીએલ-અંત્યોદય રેશનકાર્ડ ધારોકો માટે અનાજ, ઘઉં, ચોખા, દાળ અને મીઠું જેવી જણસીનું વિતરણ કરવા માટે ઓનલાઇન થમ્બ ઇમ્પ્રેશન મેળવવી ફરજીયાત બનવવામાં આવતા હવે સસ્તા અનાજના ધંધામાં રસકસ ન રહેતા રાજ્યભરમાંથી સસ્તા અનાજના વેપારીઓ રાજીનામા ધરી રહ્યા છે જે અન્વયે મોરબી જિલ્લામાં પણ 14 વેપારીઓએ અલગ-અલગ કારણો આપી પોતે હવે દુકાન ચલાવવા માંગતા ન હોવાથી રાજીનામાં મંજુર કરવા પુરવઠા અધિકારી સમક્ષ રાજીનામાં મુક્યા છે.વધુમાં મોરબી જિલ્લામાં મોરબી તાલુકા અને શહેરમાં 7, હળવદ તાલુકામાં 3, માળીયા મિયાણામાં 2 તેમજ ટંકારા અને વાંકાનેરમાં એક એક વેપારીએ રાજીનામા ધારી દીધા છે જેમાં કોઈએ ઉંમર થઇ ગઈ હોવાથી તો કોઈએ લગ્ન થવાથી તો કોઈએ અન્યત્ર સ્થળાંતરણ કર્યું હોય રાજીનામાં આપ્યા છે. કેટલાક કિસ્સામાં તો વેપારીઓએ ધંધો જ કરવા ઇચ્છતા ન હોવાથી રાજીનામુ આપ્યું છે. જો કે, હકીકતમાં હવે સસ્તા અનાજના ધંધામાં મોટો નફો ન રહેવાની સાથે દુકાનદારોને તમામ કામગીરી ઓનલાઇન કરવી પડતી હોવાથી પારદર્શકતા પોસાતી ન હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.નવી દુકાનો શરૂ કરવા તેમજ મર્જ કરવા કાર્યવાહી કરાશે : ડીએસઓમોરબી જિલ્લામાં એક સાથે 14-14 સસ્તા અનાજના દુકાનદારોએ રાજીનામાં ધરી દેવા મામલે જિલ્લા પુરવઠા અધિકારી જૈમિન કાકડિયાએ જણાવ્યું હતું કે, લાલપર અને સરવડમાં દુકાન શરૂ કરવા માટે જાહેરનામાની કાર્યવાહી ચાલુ છે ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયા બાદ પુરવઠા સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.જયારે રાજીનામુ આપેલ 14 દુકાનોમાંથી જે દુકાનોમાં જરૂર હશે તેમાં જાહેરનામાની કાર્યવાહી કરાશે તેમજ જે દુકાનો મર્જ કરવા પાત્ર હશે તે મર્જ કરી જાહેર વિતરણ વ્યવસ્થા ચાલુ રાખવામાં આવશે.