મોરબી : મોરબીમાં અનેક જગ્યાએ ભુગર્ભ ગટર ઉભરાવી સમસ્યા યથાવત છે. ઉભરાતી ગટરોના કારણે જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. ત્યારે મોરબીના વાવડી રોડ પર આવેલા રવિ પાર્ક-2 શ્રીજી સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસથી ભુગર્ભ ગટર ઉભરાઈ રહી છે. જેના કારણે રહીશો પરેશાન થઈ ગયા છે. ગટરના પાણી શેરીમાં ભરાય રહે છે જેના કારણે અત્યંત દુર્ગંધ પણ આવે છે અને રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સતાવી રહ્યો છે.રહીશોના જણાવ્યા પ્રમાણે, ઉભરાતી ગટરની સમસ્યા અંગે બે દિવસ પહેલા મહિલાઓ મહાનગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા પહોંચી હતી પરંતુ ત્યાં કોઈએ યોગ્ય જવાબ આપ્યો ન હતો. ગાડી હાજર ન હોવાનું બહાનું આપવામાં આવ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. ત્યારે સ્થાનિકોની માગ છે કે તાત્કાલિક ધોરણે ઉભરાતી ગટરની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે.