ભાવિકોએ 12 જ્યોતિર્લિંગ અને 151 શિવલિંગના દર્શનનો લ્હાવો લીધોમોરબી: શ્રાવણ માસ નિમિતે મોરબીમાં શિવભક્તો દ્વારા અનેક ધાર્મિક આયોજનો કરવામાં આવતા હોય છે. ત્યારે મોરબીના રોયલ પાર્ક વિસ્તારમાં રહેતા શિવભક્ત કિરણબેન હિતેન્દ્રભાઈ મારું દ્વારા છેલ્લા 11 વર્ષથી શ્રાવણ માસની અમાસે ભગવાન શિવના અદભુત દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના નિવાસસ્થાને પવિત્ર 12 જ્યોતિર્લિંગ તેમજ અન્ય 151 જેટલા શિવલિંગના દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો સ્થાનિક શિવભક્તો અને આસપાસના લોકોએ મોટી સંખ્યામાં લાભ લઈ ધન્યતા અનુભવી હતી.#MorbiUpdate #MorbiNews #ShravanMas #ShivlingDarshan #12Jyotirlinga #RoyalPark #Morbi