મોરબી : કોરોના વાઇરસની સામેની લડાઈમાં હવે લોક ભાગીદારી પણ ઉજાગર થઈ રહી છે. મોરબીના શનાળા રોડ, ઉમિયા સર્કલ નજીક આવેલી શ્રીજીપાર્ક સોસાયટીના રહીશોએ સ્વભંડોળથી એકઠા કરેલી 62,250 રૂપિયાની અનુદાન રાશી મુખ્યમંત્રી રાહત ફંડમાં આપી કોરોના સામેની લડાઈમાં તેઓ તંત્રની સાથે હોવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે હાલ કોરોના સામેની મહામારીમાં અસરગ્રસ્ત લોકોને મુખ્યમંત્રી રાહત ફંડની રકમનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ઘણા નાગરિકો અનુદાન આપવા આગળ આવી રહ્યા છે.