મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં રોહીદાસપરાની બાજુમાં આવેલી ગુજરાત સોસાયટીમાં ઉભરાતી ગટરથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. સોસાયટીના લોકના જણાવ્યા પ્રમાણે છેલ્લા 10 દિવસથી ગટર ઉભરાઈ રહી છે. જેના કારણે શેરીમાં રોડ પર ગટરના પાણી ફરી વળ્યા છે. જેથી દુર્ગંધ પણ આવી રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાનો ભય પણ ઉભો થયો છે.આ અંગે ગુજરાત સોસાયટીના રહીશોએ લેખિત અને ફોન પર અનેક વખત મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે પરંતુ આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે રહીશોની માગ છે કે તાત્કાલિક ધોરણે આ ઉભરાતી ગટરની સમસ્યા હલ કરવામાં આવે અને લોકોને મુશ્કેલીમાંથી મુક્તિ આપવામાં આવે.