મોરબી : મોરબીના અનેક વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે. મોરબીના રવાપર રોડ પર આવેલા દાઉદી પ્લોટ શેરી નંબર-1, કાલિકા પ્લોટ મેઈન રોડ પર છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે. ગટરના પાણી રસ્તા પર ભરાયેલા રહે છે. સાથે જ રસ્તો પણ તૂટી રહ્યો છે. રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા છે અને આ ખાડામાં ગટરના પાણી ભરાયેલા રહે છે. જેના કારણે આ રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો અને રહીશોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરના પાણી ભરાઈ રહેતા હોવાથી રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત ફેલાઈ છે.