મિત્રતા દિવસ નિમિત્તે યુવા ગ્રુપ દ્વારા યોજાયો કાર્યકમ યુવાઓની સાથે મોટેરાઓ પણ ડીજેના તાલે ઝુમ્યા મોરબી : મિત્રતા દિવસ નિમિત્તે શહેર ના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે એક પ્રોગ્રામનું યુવા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાઓ સાથે અન્ય રહીશો પણ ડીજેના તાલે ઝુમ્યા હતા. દેશભરમાં છેલ્લા લાંબા સમયથી કોરોના સહિતના વાઈરસે માથું ઉચક્યુ હતું. જેથી આમ જનતાની સુખાકારી માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોની ઉજવણી પર રોક લગાવી દેવામાં આવ્યો હતો. અને તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં તહેવાર ઉજવણી માટે ૪૦૦ લોકોની મજુરી આપવામાં આવતા યુવા હૈયાઓમાં હરખની હેલી ઉઠી છે. અને કહેવાય છે ને કે યુવા હૈયાઓને ઉત્સવ માટે ફકત બહાના કાફી છે. એમ ગતરાત્રીના મિત્રતા દિવસની ઉજવણી કરવા માટે યુવા ગ્રુપ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં ડીજેના તાલ સાથે ઝુમવા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાઓની સાથે અન્ય લોકો પણ જોડાઈ એકતાના પંથે ડીજેના તાલે ઝુમ્યા ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં બ્લોક-૧૨ ના જયેશ બારોટ, સુલતાન દરજાદા, હાજી દરજાદા, જનક રાજા, કિશોરભાઈ રાઠોડ, રાજુભાઈ રાવલ સહિત યુવા ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..