છેલ્લા 4 વર્ષથી વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ ગોલ્ડન માર્કેટ પાસે રસ્તો રોક્યોમોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલ ગોલ્ડન માર્કેટની બાજુમાં લક્ષ્મીનગર સોસાયટીના રહીશોએ આજે રોડ રસ્તાની કથળેલી હાલતને લઈને ચક્કાજામ કર્યો છે. સ્થાનિકોની ધીરજ ખૂટતા તેઓએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર રવાપર રોડ પર ગોલ્ડન માર્કેટની બાજુમાં અને બોની પાર્કની પાછળ આવેલી લક્ષ્મીનગર સોસાયટીના આંતરિક રસ્તાઓ અત્યંત ખરાબ હાલતમાં છે. સ્થાનિકોનું કહેવું છે કે મેઈન રોડની સમસ્યા નથી, પરંતુ સોસાયટીની અંદરના રસ્તાઓ સાવ બિસ્માર થઈ ગયા છે, જેના કારણે રહીશોને રોજીંદા જીવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિક રહીશોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષથી આ ખરાબ રસ્તાઓ બાબતે તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, આજદિન સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી કે રસ્તાનું કામ શરૂ થયું નથી. તંત્રની આ કામગીરીથી કંટાળીને અંતે સોસાયટીના લોકોએ ભેગા મળીને રવાપર રોડ પર ચક્કાજામ કરી દીધો છે.લોકોએ રસ્તો બ્લોક કરીને ભારે વિરોધ નોંધાવ્યો છે અને તંત્ર પાસે તાત્કાલિક ધોરણે રસ્તાનું કામ શરૂ કરવાની ઉગ્ર માંગ કરી છે.#Morbi #MorbiUpdate #RavaparRoad #Chakkajam #BadRoads #MorbiNews #GujaratNews #LocalNews