ઉનાળાના પ્રારંભે જ રવાપર રોડ સોસાયટી વિસ્તારમાં પાણીના ધાંધિયા : કલેક્ટરને રજુઆત બાદ ત્રણ દિવસનું અલ્ટીમેટમમોરબી : ઉનાળાના પ્રારંભે જ મોરબીના રવાપર રોડ વિસ્તારની સોસાયટીમાં પાણીના ધાંધિયા શરૂ થતા દર્પણ-2 એપાર્ટમેન્ટના રહીશોએ જિલ્લા કલેકટર સમક્ષ રજુઆત માટે દોડી ગયા હતા અને આઠેક મહિનાથી પાણીની સમસ્યા સર્જાઈ હોય તાકીદે નિવારવા માંગ કરી હતી અન્યથા આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવા ચીમકી ઉચ્ચારી હતી.મોરબીના રવાપર ગ્રામ પંચાયતવાળી શેરીમાં આવેલા દર્પણ-2 એપોર્ટમેન્ટના રહીશોએ આજ રોજ એકઠાં થઈને જિલ્લા કલેક્ટરને પાણી પ્રશ્નો આવેદન પત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી. રહીશોના જણાવ્યા પ્રમાણે દર્પણ-૨ સોસાયટી, સંગમ રેસીડેન્સી– એ, સંગમ રેસીડેન્સી– બી, સંગમ રેસીડેન્સી–સી, સંગમ રેસીડેન્સી–ડી, એકતા અવેન્યું, વ્હાઈટ હાઉસ, સત્યમ એપાર્ટમેન્ટ, સત્યમ-૨ એપાર્ટમેન્ટ, શિવમ એપાર્ટમેન્ટ, સુંદરમ્ એપાર્ટમેન્ટ, ઓપેરા હાઉસ, એકતા હિલ, પટેલ પેલેસમાં ઘણા સમયથી પીવાના પાણીનો તેમજ સોસાયટીમાં સાફ સફાઇ અને સ્ટ્રીટ લાઇટના પ્રશ્ન યથાવત છે. આ અંગે અવારનવાર પાલિકાને રજૂઆત કરાઈ છે. કલેક્ટરને પણ આ અંગે રજૂઆત કરાઈ છે પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. વેરો ભરવા છતાં પાણી અને સફાઈનો પ્રશ્ન હલ ન થતાં આજે રહીશોમાં રોષ જોવા મળ્યો હતો.દર્પણ-2ના રહીશ મિલનભાઈ કાત્રોલાએ જણાવ્યું કે, અહીંયા અમે 700 લોકો રહીએ છીએ. જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન પણ અહીં રહે છે છતાં પાણી નથી આવતું. અનેક વખત આશ્વાસનો આપ્યા છે છતાં નિરાકરણ આવ્યું નથી. નગરપાલિકા પાણી રવાપર ગ્રામ પંચાયતને આપી દે છે. અને બાજુની ફ્લોરા સોસાયટીમાં મોટા નેતાઓ અને ઉદ્યોગપતિઓ રહે છે તેઓને સમયસર પાણી આવે છે પરંતુ અમારે પાણી આવતું નથી.એ જ રીતે સ્થાનિક રહેવાસી ગાયત્રીબેન પ્રજાપતિએ જણાવ્યું કે, છેલ્લા આઠ મહિનાથી પાણીનો પ્રશ્ન છે. બહારથી પાણીના ટાંકા મંગાવીએ છીએ છતાં પણ પાણી પૂરું થતું નથી.જો ત્રણ દિવસમાં પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો અમે રવાપર ચોકડીએ ચક્કાજામ કરીશું. તેમ છતાં જો પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને નેતાઓની પ્રવેશબંધી ફરમાવીશું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..