મોરબી : મોરબીના રોહીદાસપરા પાછળ આવેલ ભીમરાવનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું શુદ્ધ પાણી ન મળતું હોય આ અંગે રહીશો તંત્ર સામે લડી લેવાના મૂડમાં છે અને 30 જૂનના રોજ પાણી પ્રશ્ને આમરણાંત ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરી છે. આ અંગે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરીને આમરણાંત ઉપવાસ આંદોલન કરવાની જાણ કરવામાં આવી છે.રજૂઆતમાં ભીમરાવ નગરના રહીશોએ જણાવ્યું છે કે, સોસાયટીમાં ઘણા સમયથી પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. લોકો પાણી માટે ભટકી રહ્યા છે. આ અંગે 8 મે 2025ના રોજના પત્રથી પ્રતિક ઉપવાસ કરવા જણાવ્યું હતું. આપની વિનંતીને ધ્યાને લઈને 15 મેના રોજ ઉપવાસ આંદોલન મોકૂફ રાખ્યું હતું. પરંતુ આજદિન સુધી પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો નથી. જેથી સોસાયટીના રહીશો આગામી તારીખ 30 જૂનના રોજ સવારે 10 કલાકે મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે આમરણાંત ઉપવાસ આંદોલન પર બેસશે.