રોગચાળો ફેલાવાનો ભય : પાણી નીકાલની વ્યવસ્થા કરવાની માંગ મોરબી : વીસી ફાટક થી અંદર રોહીસાદપરા સુધીના રોડ ઉપર વરસાદના પાણી ભરાય જાય છે.રોડ પર પાણી નિકાલ અંગે યોગ્ય વ્યવસ્થા ન કરેલ હોવાથી પાણી રોડ પર ઘણા દિવસો સુધી ભરાયેલા રહે છે.જેના કારણે મચ્છરોનું સર્જન થતાં લોકોમાં રોગોનો ફેલાવો થાય છે.આથી લાત્તવસીઓએ ભરાયેલા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા મોરબી પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. રોહીદાસ પરાના લતાવાસીઓએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરતા જણાવ્યું છે કે વીસી ફાટક થી અંદર રોહીસાદપરા સુધીના રોડ ઉપર વરસાદ સમયે પાણી ઢીચણ સમા ભરાય જાય અને રોડ ઉપર ગારા કીચડ અને ગંદકી ફેલાઇ છે. તેથી આ લતાવાળાઓને મચ્છરોના હિસાબે મેલેરીયા તથા ડેન્ગ્યુ જેવા ઘાતક જીવલેણ રોગો ફેલાઇ છે. અહીંયા નિયમિત રોડ - રસ્તાની સફાઇ થતી નથી.તેથી રોડ ઉપર દિવસો સુધી ગંદુ પાણી ભરાય રહે છે અને આ પાણીમાં રોગજન્ય જીવાતો પેદા થવાથી એરીયામાં ફેલાય છે. રોડ ઉપર પાણી ભરાયેલા હોવાથી રાહદારીઓ રસ્તે ચાલી શકતા પણ નથી.તેથી તાત્કાલીક ધોરણે રોડ ઉપર ભરાયેલા પાણીનો કાયમી નિકાલ કરવો અને જનતાને હેરાનગતી ન થાય એટલે રોડ-રસ્તા ચોખ્ખા કરાવી આપવા અને ડી.ટી.ટી, દવાનો પણ છંટકાવ કરવો એવી લતાવાસીઓની માંગણી છે.