ખાડા ખોદીને જેમની તેમજ રાખી દેવાતા પશુઓ પડવાના બનાવ વધ્યાનો સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો મોરબી : મોરબીના વાવડી રોડ પરના ખાડાઓ અબોલ પશુઓ માટે જોખમી બની ગયા છે.જેમાં વાવડી રોડ ઉપર ખોદેલા ખાડામાં એક ગાય પડી ગઈ હતી.જોકે આ ગાયને બાદમાં બચાવી લેવામાં આવી હતી.પણ તંત્રએ કામ દરમિયાન વાવડી રોડ ઉપર ખાડા ખોદીને જેમની તેમ જ રાખી દેવાતા આવા બનાવો વધતા હોવાનો સ્થાનિક લોકોએ બળાપો ઠાલવ્યો છે. મોરબીના વાવડી રોડ ઉપર કામ ચાલી રહ્યું છે.આ કામ દરમિયાન ખાડા ખોદવામાં આવ્યા છે પરંતુ જવાબદાર તંત્રએ ખાડા ખોદીને બુરણ ન કરતા તંત્રની જોખમી લાપરવાહીને કારણે વાવડી રોડ ઉપરના ખાડા અબોલ પશુઓ માટે જોખમી બની ગયા હતા.તેથી હમણાં વાવડી રોડ ઉપરના ખાડામાં એક ગાય ખાબકી હતી.જોકે સ્થાનિકોએ ગાયને બહાર કાઢવાની કોશિશ કરી હતી.પણ એમાં સફળતા મળી ન હતી.આથી પાલિકા તંત્રને જાણ કરતા જેસીબીની મદદથી વાવડી રોડના ખાડામાં પડેલી ગાયને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી.ત્યારે સ્થાનિકોએ એવો આક્રોશ ઠાલવ્યો હતો કે, તંત્રે ખુલ્લા ભયજનક ખાડાઓ જેમની તેમ હાલતમાં છોડી દેતા અબોલ પશુઓ તેમાં પડવાના બનાવો વધી ગયા છે તેથી તંત્ર વહેલી તકે આ ગંભીર બાબતે યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરી છે.