સંતકૃપા ક્રેનના મયુરભાઈ અઘારા અને તેમની ટીમે ભારે જહેમત બાદ ગાયનો જીવ બચાવ્યોમોરબી: મોરબીના લાલપર નજીક આવેલી એક કેનાલમાં અચાનક એક ગાય ખાબકી હોવાની ઘટના સામે આવી છે. ગાય કેનાલમાં પડતા તેને બચાવવા માટે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ક્રેનની મદદથી ગાયને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, કેનાલમાં અકસ્માતે એક ગાય પાણીમાં પડી ગઈ હતી. આ અંગેની જાણ થતાં સંતકૃપા ક્રેનના મયુરભાઈ અઘારા અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. કેનાલમાં પડેલી ગાયને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. અંતે સંતકૃપા ક્રેનની મદદથી ગાયને સુરક્ષિત રીતે કેનાલની બહાર કાઢવામાં આવી હતી. ગાયનો આબાદ બચાવ થતા જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો તેમજ રેસ્ક્યુ ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી.#MorbiUpdate #Morbi #MorbiNews #AnimalRescue #CowRescue #MorbiCanal #Humanity