રાજવી પરિવારની ઐતિહાસિક જૂની ઇમારતોને ન તોડવા સહિતની ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી : મોરબીમાં પ્રજાના હિતાર્થે રાજવી પરિવારે અનેક મિલકતો આપી છે. ત્યારે આ મિલકતોના નામ બદલવામાં ન આવે તથા તેને પાડવામા જ આવે તેવી માંગ સાથે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે કે આઝાદી પછી મોરબી સ્ટેટે ઘણી બધી ઇમારતો પ્રજાના હીત માટે આપેલ છે. જેવી કે એલ.ઇ. કોલેજ, નંદકુંવરબા ધર્મશાળા, નંદ કુંવરબા જનાના હોસ્પીટલ, મણીમંદિર, મહેન્દ્રસિંહજી હોસ્પીટલ, વી.સી. હાઇસ્કૂલ, મીડલ સ્કૂલ, તા. શાળા સુરજબાગ, કેસરબાગ, ઝુલતો પુલ અને બાલ મંદિર આ બધી ઇમારત રાજવીની ભવ્ય ભાતીગળ સંસ્કૃતિ છે અને પ્રજાના હીત માટે આપેલ છે. જાણવા પ્રમાણે જો મોરબીની પ્રજાને એન્જીનીયરીંગ કોલેજ મળી હોય પેલેસ જે હાલે એલ.ઇ. કોલેજ છે. જે તે સમયે ફર્નીચર સાથે આપેલ હવે જાણવા મળેલ છે કે ભવ્ય એલ.ઇ. કોલેજનું બાંધકામ પાડીને નવું બનાવવાની તજવીજ ચાલે છે. રાજવી પરીવારે આપેલ ભાતીગળ ઇમારતોમાંથી નામ ભુસી નાખવાના પ્રયત્ન થઇ રહયા હોય તેવું લાગે છે. મોરબી સ્ટેશન પાસે ભવ્ય નંદકુંવરબા ધર્મશાળા હતી. તે તોડીને રેનબસેરા બનાવેલ છે. તેવી જ રીતે મહેન્દ્રસિંહજી હોસ્પીટલને ગાંધી ચોકમાં શિફ્ટ કરીને સીવીલ હોસ્પીટલ બનાવેલ છે ભલે બનાવી પણ પ્રજાને અસંતોષ છે કે રાજવી પરીવારે આપેલ ઇમારતોમાંથી નામ ભુસાતા જાય છે. આજે પણ મોરબી સ્ટેટ માટે પ્રજાને આજે પણ પ્રેમ લાગણી અને ભાવના છે. દાખલા રૂપે વાઘજી બાપુના બાવલા પાસેથી આવતા જતા માણસો પગે લાગે છે અને માનતા કરે છે. મોરબીમાં ગમે ત્યારે આફત આવે પુર, હોનારત, ધરતીકંપ, ઝુલતા પુલની દુર્ઘટના હોય રાજવી પરીવાર પોતાની પ્રજા માટે દુઃખમાં ઉભા રહી મદદ કરે છે. અને તેનો રાજધર્મ નીભાવે છે. આટલા વર્ષો પછી પણ નિસ્વાર્થ ભાવે તેની પ્રજા એવુ ઇચ્છી રહી છે જે ઇમારતોના નામ હતા. તે જ રાખવા. જેમકે સીવીલ હોસ્પીટલને મહેન્દ્રસિંહજી હોસ્પીટલ તેમાં જે જનાના હોસ્પીટલ છે તેનું નામ નંદકુંવરબા રાખવું. રેઇન બસેરા જે બનાવેલ છે તેનું નામ નંદકુંવરબા રેઇન બસેરા રાખવું. જે પુલ બનેલ છે તેને મયુર બ્રીજ નામ આપવુ અને સુરજબાગ, કેસરબાગ જે બોર્ડ હતા તે ફરીથી મુકવા જોઇએ. પ્રજા સરકાર પાસે બીજુ નથી માંગતી પણ પોતાના રાજવીની યાદી ભુંસાઇ ન જાય તેવી માંગણી કરે છે.