મોરબી : મોરબી જિલ્લા રમત-ગમત અધિકારી દ્વારા રાષ્ટ્ર કક્ષાએ ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનાર યુવક યુવતીઓને આગામી તારીખ 17 જુલાઈ સુધીમાં અંબુભાઈ પુરાણી એવોર્ડ માટે અરજી આપવા અનુરોધ કરાયો છે. મોરબી જિલ્લા રમત-ગમત અધિકારી દ્વારા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ – ગાંધીનગર તરફથી રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધામાં ઉચ્ચ સિધ્ધિ હાંસલ કરનાર રાજયના ખેલાડીઓને એનાયત કરવામાં આવતી વ્યાયામ શાળાઓ, માન્ય રમત મંડળો, શિષ્યવૃત્તિ, વૃત્તિકાઓ અને અંબુભાઈ પુરાણી એવોર્ડ માટેની અરજીઓ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, હંટર ટ્રેનિંગ કોલેજ છાત્રાલય, શક્તિચોક, ગેસ્ટ હાઉસ રોડ, મોરબીના સરનામે તા. 17 જુલાઈ સુધીમાં મોકલી આપવાની રહેશે, તેવું જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne