રેવન્યુ બાર એસોશિએશન દ્વારા અઠવાડિયામાં બે દિવસને બદલે કાયમી કામગીરી કરવા માંગ : મોરબીમાં પણ અરજદારો માટે સુવિધા આપવા માંગ મોરબી : મોરબી જિલ્લાના માળીયા ખાતે આવેલી સબ રજિસ્ટ્રાર કચીરની કામગીરી હાલ અઠવાડિયામાં માત્ર સોમવાર અને ગુરુવાર એમ બે દિવસ જ થતી હોય કામગીરી આખું અઠવાડિયું કરવામાં આવે તથા મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીમાં નિયમ મુજબ બેટરી બેકઅપની વ્યવસ્થા ન હોય તો પૂરી પાડવા માટે રેવન્યુ બાર એસોસિએશન મોરબી દ્વારા મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીના નોંધણી નિરીક્ષકને રજૂઆત કરવામાં આવી છે. મોરબી રેવન્યુ બાર એસોસિએશનના વકીલો તથા દસ્તાવેજ નોંધણીની કામગીરી સાથે સંકળાયેલા વ્યવસાયિકોએ માંગણી કરી છે કે હાલમાં માળીયા સબ રજિસ્ટ્રાર કચેરી અઠવાડિયામાં માત્ર બે દિવસ એટલે કે સોમવાર અને ગુરુવારે જ ચાલુ હોય છે. અને માળીયા કચેરીમાં સ્કેનિંગ ઓપરેટર તથા કોમ્પ્યુટર સિસ્ટમની ઘટ છે. ત્યારે અમારી માંગણી છે કે માળીયા સબ રજિસ્ટ્રાક કચેરી આખું અઠવાડિયું ચાલુ કરવામાં આવે. તેમજ માળીયા સબ રજિસ્ટ્રાક કચેરીમાં સ્કેનિંગ કામ કરવા ઓપરેટર તથા કોમ્પ્યુટર સિસ્ટમ પુરતા પ્રમાણમાં નથી તો આ સમસ્યા દૂર કરવામાં આવે. સાથે જ મોરબી સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે બેટરી બેકઅપની વ્યવસ્થા ન હોય પાવર જાય ત્યારે કામગીરી બંધ થઈ જાય છે અને અરજદારોના સમયનો વ્યવ થઈ રહ્યો છે. તેથી બેટરી બેકઅપની પુરતી વ્યવસ્થા પૂરી પાડવામાં આવે તેમજ અરજદારો માટે બેસવાની યોગ્ય બેઠક વ્યવસ્થા ગોઠવવા માંગ ઉઠાવી મોરબી રેવન્યુ બાર એસોસિએશન દ્વારા ઉપરોક્ત સમસ્યાઓનું નિરાકરણ કરવા માંગણી કરી છે.