મોરબી : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરેલ ખેડૂતોને નિયમિત હપ્તા ના મળતા હોય તો ખેડૂતોએ પોતાના આધાર કાર્ડ, ૮-અ અને બેંક પાસબુક લઈ નજીકના પંચાયત કર્મચારીનો સપર્ક કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવેલ છે કે, ખેડૂતોએ પીએમ કિસાન એપ (PMKISANGoI) અથવા https://pmkisan.gov.in/ મારફતે જાતે નોધણી કરી શકે છે. અગાઉ કરેલ નોધણીની વિગતો ચકાસી/સુધારી શકે છે. આગામી અઠવાડિયા દરમિયાન ખેતીવાડી ખાતાના કર્મચારી જિલ્લાના તમામ તાલુકાના જુદા જુદા ગામે હાજર રહી જુંબેશ સ્વરૂપે ખેડૂતોની મદદ કરશે. જેથી તમામ ખેડૂતોને આ ઝુંબેશનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી વી. કે. ચૌહાણ દ્વારા અપીલ કરવામાં આવી છે. ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw