ફાટક બંધ થતાં ફરી ફરીને જવામાં લોકોને પડતી મુશ્કેલી મોરબી : મોરબી કંડલા બાયપાસ ઉપર ઓવરબ્રિજ નીચે આવેલ નવલખી ફાટકને રેલવે તંત્ર દ્વારા મનસ્વી નિર્ણય લઈને એકઝાટકે જ બંધ કરી દેવામાં આવી છે. આથી આ ફાટક ઉપર અવરજવર કરતા હાજરો લોકો મુશ્કેલી મુકાયા છે. આથી આ ફાટકને ફરી કાયમી ખુલ્લું રાખવા માટે જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે. મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કેસ્ટલ એપાર્ટમેન્ટમાં રહેતા કિશોરભાઈ પટેલે કલેક્ટરને રજુઆત કરી હતી કે, હાલમાં જગ્યા નવલખી ફાટકની બાજુમાં વિનાયક પાર્ક આવેલ છે ત્યાં પાંચ માળનું બિલ્ડીંગ આવેલ છે તે હાલમાં તેનો રસ્તો ફરીને જવું પડે છે અને ત્યાં હાલમાં સિનિયર સિટીજન માટેની રામ ધૂન અખંડ ચાલુ છે ત્યાં જવા માટે આવી રીતે ફરવા જવું પડે છે તે અત્યંત મુશ્કેલ ભર્યું પડે છે અને બાજુમાં સર્વિસ રોડ પણ આપેલ નથી તો પહેલા તમે સર્વિસ રોડ નું નિર્માણ કરો તો અગવડતા ના પડે અને હાલમાં આવવા જવા માટે રીક્ષા ભાડાના પૈસા બમણા કરી નાખેલા છે. હાલની રામધૂન તારીખ ૨૩ ઓક્ટોબર સુધી ચાલુ રેવાની છે તો ત્યાં સુધી તમો ફાટક ખુલી રાખવી જેથી જનતાને રામધૂનમાં આવવામાં અગવડતા ના પડે અને ભક્તિ રસ માણી શકે. હાલમાં અધિક માસ આવી રહ્યો છે જે હિન્દુ ધર્મ માટે બહેનો માટેનો અગત્ય નો તહેવાર ગણાય તો ખાસ ધ્યાન આપવા અને ફાટક ખોલી નાખવા અમારા રામધૂન મંડળ તરફથી રજુઆત કરાઈ છે.