મોરબી : મોરબીમાં સતાધાર પાર્ક-2 ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારત માતાનું પૂજન, દેશની સંસ્કૃતિને લગતી પ્રશ્નોત્તરી, વક્તવ્યો તથા દેશભક્તિ ગીતો જેવા કાર્યક્રમો યોજાયા હતા. 73માં ગણતંત્ર દિવસ નિમિતે મોરબીના આલાપ રોડ પર આવેલ સતાધાર પાર્ક-2 ખાતે ભારતમાતાનું પૂજન યોજાયેલ હતું. જેમાં સોસાયટીના દરેક પરિવારના નાના-મોટા સદ્સ્યો એ ભાગ લીધો અને ભારત માતાનુ પૂજન કાર્ય કર્યું હતું. પૂજન સાથે બાળકોએ ભારતની સંસ્કૃતિને લગતી પ્રશ્નત્તરી, વક્તવ્યો તથા દેશભક્તિ ગીતો જેવા કાર્યક્રમો યોજયા અને ભારતની સંસ્કૃતિનુ દિવ્ય દર્શન કરાવ્યું હતું. આ કાર્યક્રમનુ ગૌરવ વધારવા તથા બાળકોને પ્રોત્સહન આપવા અને સાચો માર્ગ બતાવવા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના કાર્યકર્તા ડો. નિલેશભાઈ ભાડજા, સુરેશભાઈ ગોરસિયા, નરસંગ ઉપનગરના પ્રમુખ પ્રતીક રસિકભાઈ લીખિયા તેમજ સોસાયટીના પ્રમુખ રસિકભાઈ લીખીયા એ મુખ્ય હાજરી આપી હતી. આ ઉપરાંત, અત્યારની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યક્રમને અંતે પ્રસાદી તથા ઉકાળાનુ સોસાયટીમાં વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..