વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામની શાળામાં આજરોજ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વિવિધ નૃત્યો અને અભિનય રજૂ કરાયા હતા. શાળાના શિક્ષક પરેશભાઈ બાવળિયા દર વર્ષે મહાદેવ, રામદેવપીર, વગેરે વેશ ધારણ કરતા હોય ત્યારે આ વર્ષે રામાયણ ભજવવામાં આવી હતી. જેમાં તેઓએ રાવણનો વેશ ધારણ કર્યો હતો. તેઓએ અભિનયથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગામલોકોએ પણ સાથ સહકાર આપી કાર્યક્રમમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.