મોરબી : મોરબીની સબજેલમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીમાં અધિકારી,કર્મચારીઓ તથા બંદિવાનો ઉપસ્થિત રહ્યા હતા.અધિક્ષકે બંદિવાનોમાં ભાઇચારાની ભાવના રહે તેવા વિચારો વ્યક્ત કર્યા હતા. મોરબીની સબજેલમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીમાં અધિકારી,કર્મચારીઓ તથા બંદિવાનો ઉપસ્થિત રહ્યા હતા.કોરોના ગાઈડલાઈનનું પાલન કરી સબજેલમાં ધ્વજાવંદન કરવામાં આવ્યું હતું.અધિક્ષકે બંદિવાનોમાં ભાઈચારાની ભાવના રહે તેવા વિચારો વ્યક્ત કર્યા હતા.તથા બંદિવાનો જેલમાંથી મુક્ત થઈ પોતાના પરિવાર સાથે એક નવી જિંદગીનો આરંભ કરે તેવી શુભકામનાઓ પાઠવેલ હતી