વાંકાનેર : વાંકાનેર તાલુકાના દેરાળા ગામે આજે 26મી જાન્યુઆરીની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસતાક પર્વ અંતર્ગત ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું સન્માન કરી ગામના સભ્યો દ્વારા ઇનામ પણ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત અલગ અલગ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પિરામિડ કર્યો હતો તેમજ નાટક અને ડાન્સ પણ રજૂ કર્યો હતો.