મોરબી : 26મી જાન્યુઆરી ને સોમવારના રોજ મોરબીના સૈફી મોહલ્લામાં આવેલ સૈફી મસ્જિદના પટાંગણમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ હતી. આમિલ સાહેબ શેખ મુર્તજાભાઈ યમાનીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને 77માં ગણતંત્ર દિવસના રાષ્ટ્રીય પર્વની આન, બાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.