મોરબી : મોરબીના સેતુબંધ ફાઉન્ડેશનના કે.ડી. બાવરવા દ્વારા સંપત્તિ લે-વેચ કરવા સમયે સરકાર દ્વારા વસુલવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવાની રજુઆત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરવામાં આવી છે. મોરબીના સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કે.ડી. બાવરવાએ આજે સંપત્તિ લે-વેચ સમયે સરકાર દ્વારા લેવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટીના દરો ઘટાડવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજુઆત કરી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે, કે સંપત્તિ લે-વેચ સમયે સરકાર દ્વારા જે હાલમાં જે સ્ટેમ્પ ડ્યુટી વસુલવામાં આવે છે, તેના દરો ખુબ ઉંચા છે. આથી નાના તેમજ મધ્યમ વર્ગના લોકો ઘરનું ઘર કે ધંધા માટે જમીન કે જગ્યા લેવામાં મુશ્કેલી અનુભવે છે. ઉલ્લેખનીય છે, કે હાલમાં મધ્યપ્રદેશમાં સરકારે આ બાબતે નાના તેમજ મધ્યમ આવક ધરાવતા લોકો માટે આ ડ્યુટીમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે. આથી કે.ડી. બાવરવા દ્વારા આ ડ્યુટીમાં સુધારો કરીને નાના તેમજ મધ્યમ વર્ગના લોકો પોતાના ઘરના ઘરનું સ્વપ્ન અથવા પોતાના ધંધાનું સ્વપ્ન સાકાર કરી શકે તે માટે સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવા રજુઆત કરવામાં આવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne