બળજબરીથી પૈસા ઉઘરાવતા અને અશોભનીય વર્તન કરનાર સામે કાર્યવાહી કરવા રાજપૂત સમાજના અગ્રણીની માંગમોરબી: મોરબી શહેરમાં કિન્નરો દ્વારા કરવામાં આવતી પજવણી અને મોટી રકમની માંગણી મામલે રાજપૂત સમાજના અગ્રણી દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે. મોરબીની ઋષભનગર સોસાયટી-1 ના રહીશ અને રાજપૂત સમાજના અગ્રણી કનકસિંહ ડી. જાડેજાએ એસપીને પત્ર લખીને આ બાબતે ખાસ જાહેરનામું બહાર પાડવા માંગ કરી છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, શહેરમાં ટ્રાન્સજેન્ડર (કિન્નરો) દ્વારા લોકો પાસેથી મોટી રકમની માંગણી કરીને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે. ખાસ કરીને સોસાયટીઓમાં જ્યારે મહિલાઓ ઘરે એકલી હોય ત્યારે, લગ્ન પ્રસંગો કે અન્ય શુભ પ્રસંગોએ તેમજ વેપારીઓ પાસે જઈને આ લોકો જબરદસ્તીથી નાણાં પડાવતા હોવાની ફરિયાદો ઉઠી છે.જોગવાઈમાં નીચેની બાબતો આવરી લેવા રજૂઆત: • જબરદસ્તી પર પ્રતિબંધ: લગ્ન, બાળકનો જન્મ કે શુભ પ્રસંગે કિન્નરો કોઈ ચોક્કસ મોટી રકમ માટે દબાણ કરી શકશે નહીં. નાગરિકો સ્વેચ્છાએ જે આપે તે જ સ્વીકારવાનું રહેશે. • અશોભનીય વર્તન: પૈસા મેળવવા માટે અશ્લીલ ચેનચાળા કરવા, ગાળાગાળી કરવી કે કપડાં ઉતરવા જેવી હરકતો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો. • ગેરકાયદે પ્રવેશ: નાગરિકોના ઘરમાં જબરદસ્તી ઘૂસવું કે રસ્તો રોકીને ઉભા રહેવાને ગુનો ગણવો. • કાયદેસરની કાર્યવાહી: જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 223 અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવો.કનકસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું છે કે આ રજૂઆતનો હેતુ કોઈ સમુદાયને હેરાન કરવાનો નથી, પરંતુ આશીર્વાદના નામે થતી ખંડણી જેવી પ્રવૃત્તિઓ અટકાવવાનો છે. નાગરિકોને પણ સૂચના આપવામાં આવી છે કે જો કોઈ આવી રીતે પજવણી કરે તો તાત્કાલિક 100 અથવા 112 નંબર પર ફોન કરીને પોલીસની મદદ મેળવવી. આ રજૂઆતની નકલ જિલ્લા કલેક્ટરને પણ મોકલવામાં આવી છે.#Morbi #MorbiUpdate #Police #SP #PublicNotice #SocialIssue #MorbiNews