મોરબી : મોરબીમાં વાવડી રોડ પર આવેલી સુમતીનાથ સોસાયટીમાં પાણી ભરાતા શહેર કોંગ્રેસની ટીમનો ટેલીફોનીક સંપર્ક કરતા આજે શહેર કોંગ્રેસની ટીમે મુલાકાત કરી ચીફ ઓફિસરને માહિતીગાર કર્યા હતા તેમજ કાર્યવાહી નહીં થાય તો કલેકટર સમક્ષ રજૂઆત કરીશું તેમ જણાવ્યું હતું.શહેરનાં વાવડી રોડ પર આવેલ સુમતીનાથ સોસાયટીમાં બાજુનાં ખેતરમાંથી વરસાદી પાણી નિકાલ માટે સુમતીનાથ સોસાયટીની ગટરમાં દાદગીરી પૂર્વક કનેક્શન આપી દેતા હાલ આ સોસાયટીનાં રહેવાસીઓનાં ઘરમાં પાણી નીકળે છે. ત્યારે આ દરમ્યાન સ્થાનિક લોકો દ્વારા શહેર કોંગ્રેસની ટીમનો ટેલીફોનીક સંપર્ક કરવામાં આવ્યો હતો. આજે શહેર કોંગ્રેસની ટીમે મુલાકાત કરીને મોરબી નગરપાલીકાનાં ચીફ ઓફિસરને ફોન કરી માહિતગાર કર્યા હતા અને આવતીકાલ સુધીમાં જો મોરબી નગરપાલીકા દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાય તો મોરબી શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરને રજુઆત કરીશું તેમ જણાવવામાં આવ્યું હતું.