મોરબીના કાલિકા પ્લોટ શેરી નંબર-5માં ભૂગર્ભ ગટર ઉભરાવાના પ્રશ્ને આજ રોજ સ્થાનિક મહિલાઓએ મોરબી નગરપાલિકાના ભુગર્ભ ગટર વિભાગમાં રૂબરૂ રજૂઆત કરી હતી.મહિલાઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણા સમયથી કાલિકા પ્લોટ શેરી નંબર-5માં ગટર ઉભરાવાનો પ્રશ્ન યથાવત છે. ગટરના પાણી ઘરમાં ઘુસી રહ્યા છે. બાથરૂમમાં પણ ગટરના પાણી પહોંચી જવાની ફરિયાદ કરવામાં આવી હતી અને આ સમસ્યાનું કાયમી સમાધાન કરવા રજૂઆત કરી હતી. ત્યારે ભુગર્ભ ગટરના જવાબદાર અધિકારીએ આ સમસ્યાનું નિરાકરણ કરવા ખાતરી આપી હતી.