જો સમયસર રૂપિયા પરત નહીં મળે તો એજન્ટોની સામૂહિક આત્મવિલોપનની ચીમકી મોરબીઃ PACL INDIA LTD. કંપનીમાં રોકાણ કરનારા મોરબી જિલ્લાના એજન્ટ તેમજ ગ્રાહકો દ્વારા જિલ્લા કલેકટર, એસપી તેમજ મંત્રી બ્રિજેશભાઈ મેરજાને આવેદન પત્ર આપીને રજૂઆત કરી રૂપિયા ઝડપથી પરત અપાવવા રજૂઆત કરાઈ છે. આવેદનપત્ર મારફતે રોકાણકારોએ જણાવ્યું છે કે, PACL INDIA LTD કંપની વર્ષ 1983 માં DCA (ડિપાર્ટમેન્ટ ઓફ કંપની અફેર) માં રજીસ્ટર થયેલ કંપની હતી જેનું કામ દેશભરમાં નાની બચતનું હતું જેમાં રોકાણ કરતા ગ્રાહકોને નક્કી કરેલ સમય મર્યાદામાં વ્યાજ સાથે રકમ પરત આપવામાં આવતી હતી પરંતુ વર્ષ 2014માં SEBI દ્વારા કંપની પર રોક લગાવી દેવામાં આવી. જેનો કેસ પ્રથમ હાઇકોર્ટ SAT. અને સુપ્રીમ કોર્ટમાં ચાલતા વર્ષ 2016 માં સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં કંપનીની મિલકત વહેંચી જે નાણા જમા થાય તેનાણા ગ્રાહકોને પરત કરવામાં આવે એવો ઓર્ડર કરવામાં આવ્યો અને આ કાર્ય માટે એક કમિટીની રચના કરવામાં આવી આ કમિટીના અધ્યક્ષ સ્થાને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ શ્રી આર એમ લોઢા સાહેબની નિમણૂક કરવામાં આવી હાલમાં આ કમિટી અને સેબી બંને મળીને કંપનીની મિલકત ની હરરાજી તથા વેચાણની કાર્યવાહી કરે છે જેના પરિણામે 1 રૂપિયાથી 10000 રૂપિયા સુધીની રકમ જે ગ્રાહકોના કાગળો તથા સર્ટિફિકેટ ની યોગ્ય ખરાઈ થઈ છે એવા ગ્રાહકોના ખાતામાં રૂપિયા જમા કરવામાં આવ્યા છે પણ ગ્રાહકોના નાણા મેળવવામાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે વર્ષ 2016 થી વર્ષ 2022 સુધીમાં SEBI દ્વારા 5 થી 10% જ ઓનલાઇન પેમેન્ટ કરવામાં આવ્યું છે હજુ 90% થી વધુ ગ્રાહકો બાકી હોય આવી કાચબા માફક ગતિથી ઘણા ગ્રાહકો ધીરજ ગુમાવી એજન્ટ સાથે ધાડ- ધમકી ગાળા ગાળી અને મારા મારી જેવી બાબતો ઊભી કરે છે. જેથી કરીને બધા એજન્ટ ભયના માહોલમાં જીવી રહ્યા છે. ઘર ચલાવવા કામકાજ કરવો પણ ખૂબ જ કઠિન બની ગયું છે. આવા સમયમાં એજન્ટો આત્મહત્યા કરી હોય એવા દાખલાઓ બન્યા છે. જો આ બાબતે યોગ્ય અને ઝડપથી નિકાલ નહીં આવે તો અનેક એજન્ટની જિંદગી નરક સમાન બની જશે અને એજન્ટને મરવા મજબૂર થવું પડશે જો આવી હાલત ઊભી થાશે તો મોરબી જિલ્લા તેમજ ગુજરાત ભરના એજન્ટો સાથે મળીને સામૂહિક આત્માવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી આ તકે બહોળી સંખ્યામાં એજન્ટો હાજર રહ્યા હતા અને પોતાની દયનીય પરિસ્થિતિ દર્શાવી હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..