હાલ દૂષિત પાણી વરસાદી પાણી સાથે ભળીને તળાવમાં આવતું હોવાથી શુદ્ધ પાણીનો અલગ ભાગ કરવાની માંગમોરબી : મોરબીના લખધીરપુર રોડ પર કેનાલમાં ગાબડું પડવાના સ્થળે કલેક્ટર અને મામલતદાર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ઘુંટુ ગામના ઉપસરપંચ ગૌતમભાઈ જાદવજીભાઈ કૈલા દ્વારા ગામના તળાવમાં પ્રદૂષિત પાણીની સમસ્યાને લઈને કલેક્ટર સમક્ષ એક મહત્વની મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.ગૌતમભાઈએ જણાવ્યું હતું કે ઉદ્યોગોમાંથી આવતું દૂષિત પાણી વરસાદી પાણી સાથે ભળીને ઘુંટુ ગામના તળાવમાં ભરાય છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણી સાથે ભળીને આવતા આ પ્રદૂષિત પાણીને રોકવું અશક્ય બની જાય છે. વરસાદના કારણે પાણીનો નિકાલ થવાનો જ છે, પરંતુ તેનાથી ગામના તળાવનું શુદ્ધ પાણી પણ બગડે છે.આ સમસ્યાના કાયમી ઉકેલ અંગે વાત કરતા ઉપસરપંચે જણાવ્યું હતું કે ઘુંટુ ગામનું તળાવ ઘણું મોટું છે. જો આ તળાવના 2 ભાગ કરવામાં આવે તો એક તરફથી દૂષિત પાણી સીધું જ બહાર નીકળી જાય તેવી વ્યવસ્થા થઈ શકે. આ સાથે જ ઘુંટુ ગામને એક નવો બાયપાસ રોડ પણ મળી શકે તેમ છે. તળાવમાં શુદ્ધ પાણીની વ્યવસ્થા અંગે તેઓએ ઉમેર્યું હતું કે કેનાલ બારેમાસ ચાલુ જ રહે છે, તેથી દૂષિત પાણીનો નિકાલ કર્યા બાદ તળાવના બાકીના ભાગને કેનાલના શુદ્ધ પાણીથી ભરી લેવામાં આવશે, જેથી ગામ લોકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.#Morbi #MorbiUpdate #MorbiNews #Ghuntu #Gujarat #PollutionIssue #CanalWater