માળીયા અને હળવદ પંથકના અગરિયાઓએ રજુઆત કરી મોરબી : માળીયા તાલુકાના ઘાટીલા, વેણાસર, ખાખરેચી તેમજ હળવદ તાલુકાના જુદા જુદા ગામના અગરિયા પરિવારો દ્વારા રણમાં પ્રવેશ કરવા માટે અગરિયા કાર્ડ આપવા માટે આજરોજ મોરબી - માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સમક્ષ રજુઆત કરતા ધારાસભ્ય કાંતિલાલ દ્વારા તેમની રજૂઆત સાંભળી આગળની કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતું.