મોરબી : મોરબીમાં ગત તા. 15 જાન્યુઆરીના રોજ જલારામ મંદિર ખાતે મામા સાહેબ નોટરી દ્વારા 'દ્વારકાધીશનો ભંડારો' યોજાયો હતો. જેમાં બહોળી માત્રામાં ભાવિકોએ હાજર રહી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ તકે જલારામ મંદિરના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીનું સન્માન મામા સાહેબ (નોટરી) દ્વારા તેમજ તેમજ મોરબીના સેવાભાવી અગ્રણી એવા ભાટિયા સ્ટોરવાળા શશીકાંતભાઈનું સન્માન દમયંતીબેન પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું.