મોરબી સિવિલ હોસ્પિટલમાં લેવાયેલા ચાર લોકોના રિપોર્ટ જાહેર : રાજકોટ સારવારમાં રહેલ વાંકાનેરની મહિલાના રિપોર્ટની જોવાતી રાહ મોરબી : મોરબી જિલ્લામાં માટે રાહતના સમાચાર છે કે મોરબીમાં 5 એપ્રિલે નોંધાયેલા એક કોરોના પોઝિટિવ કેસ બાદ લેવાયેલા તમામ સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે. ત્યારે ગુરુવારે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લેવાયેલા ચાર લોકોના સેમ્પલના રિપોર્ટ પણ નેગેટિવ જાહેર થયા છે. જ્યારે આજે સવારે રાજકોટ દાખલ કરાયેલા વાંકાનેરના મહિલાનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. મોરબીમાં ગુરુવારે જ્યાં એક પોઝિટિવ કેસ નોંધાયેલો છે તે વિસ્તાર ઉમા ટાઉનશીપમાં એક 26 વર્ષના યુવાન સહિત ગ્રીનચોક વિસ્તારમાં રહેતા 65 વર્ષના વૃધ્ધ અને જાંબુડિયામાં રહેતા 39 વર્ષના યુવક તેમજ લીલાપર રોડ પર સરકારી આવાસમાં રહેતા 33 વર્ષના મહિલાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લઈ જામનગર મોકલાયા હતા. આ ચાર લોકોના રિપોર્ટ આજે જામનગરની લેબમાં નેગેટિવ આવ્યા હતા. જ્યારે આજે સવારે વાંકાનેરની 44 વર્ષની મહિલાને રાજકોટ સિવિલમાં દાખલ કરી તેમના સેમ્પલ લેવાયા છે. જેનો રિપોર્ટ હવે જાહેર થશે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/