મોરબી : મોરબી જિલ્લાના કોરોનાનાં શંકાસ્પદ એવા 8 લોકોના બુધવારે સેમ્પલ લેવાયા હતા. જેમાં મોરબી સિવિલમાં 5 અને રાજકોટ સિવિલમાં 2 તેમજ સુરેન્દ્રનગરમાં લેવાયેલા 1 સેમ્પલ સહિતના મોરબી જિલ્લાના 8 લોકો માંથી 7ના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે રાજકોટ સારવારમાં રહેલી ચાર વર્ષની બાળકીનો રિપોર્ટ હજુ જાહેર થયો નથી. ગઈકાલે બુધવારે મોરબી જિલ્લાના 8 લોકોના સેમ્પલ લઈ કોરોના રિપોર્ટ માટે મોકલાયા હતા. જેમાં મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા 45 વર્ષના મહિલા, નવલખી રોડ ઉપર રહેતા 70 વર્ષના વૃદ્ધા, રણછોડનગરમાં રહેતા 75 વર્ષના વૃદ્ધ, અણીયારી ગામે રહેતા 65 વર્ષના વૃદ્ધ, મોરબી-2 સામાંકાંઠે વિસ્તારમાં રહેતા 20 વર્ષના યુવાનને મોરબી સિવિલ હોસ્પિટલમાં અને 4 વર્ષની બાળકી અને 55 વર્ષના વૃદ્ધને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેમજ હળવદના કીડી ગામના 40 વર્ષના મહિલાને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી રાજકોટ સારવારમાં રહેલી 4 વર્ષની બાળકી સિવાયના તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આમ કુલ 8 માંથી 7ના રિપોર્ટ જે જાહેર થયા તે તમામ નેગેટિવ છે. જ્યારે ગઈકાલના 8 પૈકી રાજકોટ સિવિલમાં સારવારમાં રહેલી મોરબીની 4 વર્ષની બાળકીનો રિપોર્ટ હવે જાહેર થશે. આમ બુધવારે લેવાયેલા મોરબી જિલ્લાના 7 સેમ્પલનો રીપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે. હજુ એક રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આ સાથે મોરબી જિલ્લાના લોકોને લોકડાઉન 2નો ચુસ્ત પણે અમલ કરી ઘરમાં રહેવાની તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/