મોરબી : મોરબી જિલ્લા કલેકટર દ્વારા પાંચ નાયબ મામલતદારની બદલી કરવામાં આવી છે અને મોરબી જિલ્લામાં સાત નવા નાયબ મામલતદારની નિમણુંક કરવામા આવી છે. મોરબી જિલ્લા કલેકટર દ્વારા પાંચ નાયબ મામલતદારની બદલી અને સાત નવા નાયબ મામલતદારની જિલ્લામાં અલગ અલગ જગ્યાએ નિમણુંક કરવામાં આવી છે. જેમાં વાંકાનેર પ્રાંતના ડી. એસ. પટેલની વાંકાનેર મામલતદાર કચેરી, ટંકારા સર્કલના જી. એસ. જાડેજાની મોરબી ગ્રામ્ય મતદારયાદીમાં, હળવદ સર્કલના કે. ડી. બુસાની ટંકારા સર્કલમાં, હળવદ મ.ભ.યો.બી.એમ.સોલંકીની હળવદ સર્કલમાં, વાંકાનેર મહેસુલના એ. બી. પરમારની વાંકાનેર પ્રાંતમાં બદલી કરવામાં આવી છે. જ્યારે પી.એમ. નાયકપરાની પ્રાંત કચેરી મોરબી, જે. એમ. વસોયાની પ્રાંત કચેરી મોરબી, જે કે પટેલની પ્રાંત કચેરી વાંકાનેર, એ. આર. પટેલની મામલતદાર હળવદ, એ. એસ. જાડેજાની મામલતદાર વાંકાનેર, બી. બી. જાડેજાની મામલતદાર મોરબી ગ્રામ્ય, વી. આર. ઝાલરિયાની મામલતદાર ટંકારામાં નવા નાયબ મામલતદાર તરીકે નિમણુંક કરવામાં આવી છે.