સરકારના આદેશને પગલે માર્ગ અને મકાન વિભાગે અલગ - અલગ ટિમો બનાવી ખરાબ થયેલા માર્ગોનું રીપેરીંગ હાથ ધર્યું મોરબી : મોરબીમાં સતત વરસાદને પગલે મોટાભાગના માર્ગોનું ધોવાણ થઈ ગયું હતું. તેમય મોરબીના શનાળા બાયપાસથી લઈ નટરાજ ફાટક અને મોરબી પીપળી રોડ તેમજ મોરબી હળવદ રોડની બદતર હાલત થઈ ગઈ હતી. આથી સરકારે વરસાદમાં ખરાબ થયેલા માર્ગોના રીપેરીંગનો આદેશ આપતા માર્ગ અને મકાન વિભાગે અલગ અલગ ટિમો બનાવી પોતાની હસ્તકના ખરાબ થયેલા માર્ગોનું રીપેરીંગ હાથ ધર્યું છે. મોરબી માર્ગ અને મકાન વિભાગ હસ્તકના શહેરી અંદરના માર્ગો તેમજ બહાર આંતર જિલ્લાના માર્ગોનું રીપેરીંગ કમ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મોરબી માર્ગ અને મકાન વિભાગ હસ્તકના મોરબીના ભક્તિનહર સર્કલ શનાળા બાયપાસથી લઈ નટરાજ ફાટક અને મોરબી પીપળી રોડ તેમજ મોરબી હળવદ રોડની વરસાદમાં પથારી ફરી ગઈ હતી. આ તમમ માર્ગો ઉપર મસમોટા ખાડા પડી જતા ચાલવા યોગ્ય રહ્યા જ ન હતા. લોકોને ભારે હાલાકી પડતી હતી.સરકારના આદેશને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જુદી જુદી બેથી ત્રણ ટિમો દ્વારા મોરબીના ભક્તિનહર સર્કલ શનાળા બાયપાસથી લઈ નટરાજ ફાટક અને મોરબી પીપળી રોડ તેમજ મોરબી હળવદ રોડના ખાડા ઉપર પેચવર્ક કામ હાથ ધરાયુ છે. મોરબીના ભક્તિનહર સર્કલ શનાળા બાયપાસથી લઈ નટરાજ ફાટક સુધીના રોડ ઉપર પડેલા ખાડાનું બે-ત્રણ દિવસમાં અને પીપળી અને હળવદ રોડના તમામ ખાડા ઉપર ડામરથી સમારકામ કરી આગામી દસ દિવસમાં આ કામ પૂરું કરી દેવાશે. તેમજ વરસાદની સિઝન પુરી થયા બાદ રોડ રસ્તા વ્યવસ્થિત કરાશે. તેમ માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું.