અંદાજે 300 કરોડના રોકાણ સાથે એપોલો કંપની સિરામિક મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ, માર્કેટિંગક્ષેત્રનો વિકાસ કરશેમોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સિરામિક કલસ્ટરમાં મંદીના માહોલમાં પણ ટાઇલ્સનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. મોરબીના અગ્રણી નાઇસ ગ્રુપે દેશના અગ્રણી એપોલો પાઇપ્સ ગ્રુપ સાથે હાથ મિલાવી સીરામીકક્ષેત્રે મોટી ડીલ કરી છે જે અન્વયે એપોલો પાઈપ્સ ગ્રુપે અંદાજે 300 કરોડના રોકાણ સાથે નાઇસ ગ્રુપની મઝીની ટાઇલ્સ કંપનીનો 76 ટકા હિસ્સો હસ્તગત કર્યો આગામી સમયમાં હવે મઝીની ટાઇલ્સ કંપની નવા હિસ્સેદારો સાથે સિરામિક મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ અને માર્કેટિંગક્ષેત્રનો વિસ્તાર કરશે.દેશની અગ્રણી ગણાતી અપોલો પાઇપ્સ કંપનીએ મોરબી સાથે જોડાણ કરી સિરામિક ટાઇલ્સ સેક્ટરમાં પ્રવેશ કર્યો છે.એપોલો પાઈપ્સ ગ્રુપની નવી સબસિડિયરી અપોલો સિરામિક્સ લિમિટેડ દ્વારા મોરબી સ્થિત મેઝીની ટાઇલ્સ એલએલપીમાં 76% હિસ્સો હસ્તગત કર્યો છે. આ એક્વિઝિશનથી અપોલો પાઇપ્સને મોરબીમાં દર વર્ષે અંદાજે 50થી 60 લાખ ચોરસ ફૂટથી વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવતી ચાલુ ફેક્ટરીમાં નવા ઉત્પાદન, ટ્રેડિંગ અને માર્કેટિંગક્ષેત્રનો વિકાસ કરવાની યોજના ધરાવે છે. બે દિગ્ગજ કંપનીઓમાં જોડાણ અંગે નાઇસ ગ્રુપના ધર્મેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, એપોલો પાઈપ્સ સાથે જોડાણ બાદ મઝીની ટાઇલ્સ નવા શિખરો સર કરશે,બન્ને કંપનીઓ વચ્ચેની આ ડીલ બાદ હજુ 24 ટકા હિસ્સો નાઇસ ગ્રુપ પાસે જ રહેશે.મહત્વનું છે કે, અપોલો પાઇપ્સ લિમિટેડની કોર્પોરેટ હેડ ઓફિસ નોઈડા, ઉત્તર પ્રદેશ ખાતે આવેલી છે. કંપની દ્વારા પ્લાસ્ટિક પાઈપ્સ મેન્યુફેક્ચરિંગ અને ફિટિંગ માટે દેશભરમાં આઠ જેટલા સ્થળોએ ઉત્પાદન કાર્ય કરે છે જેમાં ઉત્તર પ્રદેશના દાદરી, સિકંદરાબાદ, વારાણસી, ગુજરાતમાં અમદાવાદ, દાદરા અને નગર હવેલીમાં સેલવાસ, મહારાષ્ટ્રમાં મહાગાંવ, કર્ણાટકમાં તુમકુર, છત્તીસગઢમાં રાયપુર ઉપરાંત તાજેતરમાં કંપનીએ વેસ્ટર્ન ભારતમાં કિસાન મોલ્ડિંગ્સમાં પણ હિસ્સો ખરીદ્યો છે. મહત્વનું છે કે, એપોલો પાઈપ્સ શેરબજારમાં લિસ્ટેડ કંપની છે જે બીએસઇ અને એનએસઇ પર એપોલો પાઈપના સિમ્બોલ હેઠળ ટ્રેડ થાય છે. આગામી સમયમાં સીરામીકક્ષેત્રે કંપની 300 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.