મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બરનું કામ પુરજોશમાં, મહાપાલિકા બન્યાને એકાદ પખવાડિયાની અંદર ઘણા ફેરફારો આવ્યામોરબી : મોરબી મહાપાલિકા બન્યાને એક પખવાડિયાથી વધુ સમય થયો છે. આ દરમિયાન ઘણા ફેરફારો થયા છે. હાલ કચેરીના રીનોવેશનની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બરનું હાલ કામ ચાલી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. મોરબી મહાનગરપાલિકા બની ત્યારબાદ તુરંત જ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો સહિતના અધિકારીઓની નિમણુંક કરી દેવામાં આવી હતી. મહાપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ જ તુરંત જ કચેરી સક્રિય થઈ હતી. અંદાજે 18 દિવસ જેટલો સમય થયો છે. આ દરમિયાન ફેરફારો દેખાતા થઈ ગયા છે. વધુમાં જે ચીફ ઓફિસની ચેમ્બર હતી તે હવે મ્યુનિસિપલ કમિશનરની થઈ છે. બાજુમાં જે બે ચેમ્બર છે. તે ડેપ્યુટી કમિશનરોને ફાળવી દેવાઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી ચેમ્બર રીનોવેશનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. તેવું જાણવા મળી રહ્યું છે.